સુપરમ્યુસીલ સત-ઈસબગોલ

સુપર મ્યુસીલ બ્રાન્ડ સત-ઈસબગોલ આપ એ સારી રીતે જાણો છો કે સત-ઇસબગુલ ફકત ઈસબગોલ સીડ નું ઉપરનું પડ માત્ર છે. સત-ઈસબગોલ જેમાં કોઈ પોષક દ્રવ્યો નથી ફકત ફાઇબર છે. તે પણ ૮૦% પાણી માં ઓગળવા વાળા અને લગભગ ૨૦% પાણી માં ના ઓગળવા વાળા પાણીમાં ઓગળવા વાળા ફાઇબર લોહી-શરીર માં જ્યાં પણ જાય ટોકસીન્સ ઝેરી પદાર્થો સાથે સંયોજન કરી શરીર ની બહાર કાઢી દે છે. અને પાણી માં ન ઓગળવા વાળા ફાઇબર પાચન તંત્ર ને સાફ કરી દે છે. એટલે કે જઠર-નાનું આંતરડું- મોટું આંતરડું સાફ કરી પેટ ખુલાસા બંધ આવે છે. આ રીતે શરીર ચોખ્ખું કરવામાં મદદ કરે છે. હજુસુધી અમો સત-ઈસબગોલ ને કબજીયાત દૂર કરનાર અથવા અતિસાર મટાડનારજ સમજતા હતા. એવું નથી સત-ઈસબગોલ શરીર ચોખ્ખું કરવાનું પણ કામ કરે છે. આ પદાર્થ સળંગ જીવન ભર લેવામાં આવે તો પણ કોઈ સાઈડ ઇફેક્ટ કરતુ હોય એવું ધ્યાનમાં આવ્યું નથી ભારત કરતાં વિદેશોમાં આનો પ્રયોગ મોટી માત્રામાં થાય છે. જયારે કે આ આખાએ વિશ્વમાં ફકત ભારત ના પચ્છિમ વિભાગ માંજ થાય છે. ...